Science

વિજ્ઞાન
વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: 
(૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. 
               નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્રરસાયણ શાસ્ત્રભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે

ટેકનોલોજીના આ બધાં વલણો મારી દષ્ટિએ નીચે મુજબના પડકારો ઊભા કરે છે :
[1] સંરક્ષણ અને વિનાશના આધાર પર ઊભેલા ઉદ્યોગોને સંમોષિત વિકાસ (Sustainable development) તરફ વાળવાના : ટેન્ક બનાવતા ઉદ્યોગને ટેલિકોમ તરફ કેવી રીતે વાળવો ? રશિયા અને અમેરિકા માટે આ મહત્વનો પ્રશ્ન છે. વિકાસશીલ દેશો પોતાનો સંરક્ષણ ખર્ચ વધારતા જાય છે અને વિકસિત દેશો સંરક્ષણનાં સાધનો ગરીબ દેશોને વેચે છે.
[2] ટેકનોલોજીનો ઉપયોગ માનવની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે થાય : આપણે (ભારતે) પીવાના પાણી, સાક્ષરતા, રોગ પ્રતિકાર, રહેઠાણ, સફાઈ વગેરેમાં ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ધ્યાન નથી આપ્યું, કારણ કે આ બધા વિષેની ટેકનોલોજીનો વિકાસ છેલ્લાં સો વર્ષોમાં પશ્ચિમી જગતમાં થયો છે. આ ટેકનોલોજીમાં પૂર્વનો કોઈ ફાળો નથી. ભારતીયોએ કોઈ શોધ નથી કરી. પૂર્વ ભલે પોતાના ભવ્ય ભૂતકાળની ગાથાઓ ગાય, પણ છેલ્લાં સો વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના નવીન ઉદ્યોગમાં એનો ફાળો શૂન્ય છે. આપણે આ કહેતા નથી, કારણ કે એથી આપણું સ્વમાન ઘવાય છે પણ જીવનનાં આ સત્યો છે. પરિણામે, ટેકનોલોજી દ્વારા બધો જ વિકાસ માનવની મૂળભૂત જરૂરિયાતોને બાજુએ રાખીને જ થયો છે. કારણ કે જેણે ટેકનોલોજી વિકસાવી એમની મૂળભૂત જરૂરિયાતો ક્યારથી પૂરી થઈ ગઈ છે. જેને સફાઈ, પીવાનું પાણી વગેરેની જરૂર છે તેમની પાસે કાં તો સાધનો નથી અથવા તો એ વિષે ઈચ્છા કે દબાણ નથી.
[3] ઊર્જા, પર્યાવરણ અને અન્ય જરૂરિયાતો માટે વાજબી ખર્ચે સામાજિક મિલકત ઊભી કરવી.
[4] ટેકનોલોજીને માણસની નજીક લાવવી, વિજ્ઞાનના વ્યાપક શિક્ષણ દ્વારા પરંપરા અને ટેકનોલોજીનો સંબંધ ઊભો કરવો : દા..ત આફ્રિકામાં 1995માં પાંચ કરોડ સ્ત્રીઓ પર યોનિ સીવી લેવાની વિધિ થઈ. આનું કારણ પરંપરા છે. માલાવીમાં એઈડસના ઉપચાર માટે કોઈ મંત્રેલું પાણી આપે છે એ માટે હજારો લોકો ખટારા ભરીને જાય છે. આ અજ્ઞાનતા સામે કેવી રીતે લડશો ? જ્યારે જ્યારે પરંપરાથી ટેકનોલોજી તરફ જશો ત્યારે તાણ, તોફાન ઊભા થશે. આ બહુ મોટો પડકાર છે.
[5] સંસાધનો ઊભાં કરવા : હવે જ્યારે બધે સરકાર બહાર નીકળતી જાય છે અને ખાનગીકરણ વધતું જાય છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ધન સહયોગ ક્યાંથી આવશે ? ખાનગીરાહે આવતું ધન યોગ્ય પ્રોજેક્ટમાં વપરાશે ? એ તો પૂછશે કે તમે આવતીકાલે સવારે પરિણામ આપશો ? જો ના, તો મારે તમને ધન શું કામ આપવું ? તો સાચી દિશામાં રિસર્ચ કરવા માટે, જેનું પરિણામ તમે આગામી 50 વર્ષ સુધી કદાચ જોઈ ના શકો, એનું ભંડોળ ક્યાંથી આવશે એ ભવિષ્યનો મોટો પડકાર છે.
[6] ટેકનોલોજીનું નિયમન : વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સારું નિયમન કેમ થાય એ હજુ આપણને સમજાયું નથી. વૈજ્ઞાનિકો કહે છે : ‘અમારું નિયમન ન કરો. અમે મૂળભૂત આવિષ્કાર કરીએ છીએ. અમે પરિણામો નથી બનાવતા. તમે અમારા કામમાં માથું ન મારી શકો.’ પણ પરિણામ આપવા માટે દબાણ તો વધવાનું જ. જૂના જમાનાની સરકારી ભંડોળની સાહ્યબી હવે પૂરી થઈ. આ પ્રક્રિયામાં માહિતીનો અસહ્ય વધારો થશે. આજે, કારણ કે દર પાંચ વર્ષે જ્ઞાન બમણું થાય છે, ત્યારે બહુ બધી માહિતીનો ખડકલો થયો છે. આજે જ્યારે કોઈ માહિતી માટે હું ઈન્ટરનેટ પર બેસું છું ત્યારે અઢળક માહિતી મારી સામે આવે છે. એમાંથી જ્ઞાન જુદું પાડવું મને બહુ અઘરું પડે છે. લોકો તમને માહિતી ખૂબ આપશે, પણ પૂરતું જ્ઞાન નહીં. અને એ પ્રક્રિયા – માહિતીમાંથી જ્ઞાન છુટ્ટું પાડવું – ખૂબ સમય માંગી લે છે. આમ આ એક વધુ પડકાર છે – માહિતીમાંથી જ્ઞાન પેદા કરવું અને જ્ઞાનને આધારે કામ કરવું.
[7] રોજગારી : કૃષિ ક્ષેત્રમાંથી વધારાના માણસો ઉદ્યોગમાં ગયા. હવે ઉદ્યોગ ક્ષેત્ર નીચું જતું જાય છે અને માહિતી ક્ષેત્ર ઊંચું આવતું જાય છે. કમનસીબે, ઊંચા આવવાની ગતિ પૂરતી ઝડપી નથી. આપણે સેવા ક્ષેત્રમાં પૂરતી રોજગારી ઊભી નથી કરતા. પણ ઉદ્યોગોમાં જગ્યાઓ ઝડપથી ઓછી કરવા માંડ્યા છીએ. આ રોજગારીનો એક મોટો પડકાર છે.
[8] વૈશ્વિક માહિતી કેન્દ્રની સ્થાપના : બ્રેસેલ્સમાં અને પારિસમાં આ વિષે વિચારણા થઈ. પારિસમાં મારું એક બેઠકમાં કી નોટ એડ્રેસ હતું. મારી ફરિયાદ એ રહી કે આ G-7 જ છે. આમાં વિકાસશીલ દેશોની સામેલગીરી તો નથી. આ એક એવો રાજમાર્ગ છે જેમાં ભવિષ્યમાં ઘેર બેઠા ફોન-ઈન્ટરનેટની મદદથી તમે અબજો રૂપિયાનું નિયમન કરી શકશો. આમાં આપણે કેવી રીતે ભાગ લેશું તે મહત્વનો પડકાર છે.
[9] સૌથી અગત્યની વાત આ છે – દરેક કાર્યો – પ્રક્રિયાઓ, જે આપણે વીસમી સદીમાં કર્યાં, એ વિષે પુન:વિચારણા (Re-engineering) : ન્યૂયોર્કમાં બેઠેલો ડૉક્ટર, આફ્રિકાના દર્દીની શસ્ત્રક્રિયા કરશે. આ પ્રમાણે વકીલ, હિસાબનીસ, શિક્ષક, દરેકના કામમાં પરિવર્તન આવશે.
ટેક્નૉલૉજી આશીર્વાદ કે શાપ?
એક માણસ કાર ચલાવતો હતો ત્યારે કંટ્રોલ ગુમાવી બેઠો. કાર જોરથી લાઇટના થાંભલા સાથે અથડાઈ. કારમાં બેઠેલી એક સ્ત્રીને ખૂબ ઇજા થઈ. એ માણસે તરત મોબાઇલ ફોનથી મદદ માગી. કાર કઈ રીતે ભટકાઈ હતી? એ માણસનો મોબાઇલ વાગ્યો ને તેણે વાત કરવા રસ્તા પરથી પલ-બે-પલ નજર હટાવી લીધી અને અકસ્માત થયો.
આ બનાવ બતાવે છે કે ટેક્નૉલૉજીના ફાયદા સાથે ગેરફાયદા પણ છે. એ તમે કેવો ઉપયોગ કરો એના પર આધાર રાખે છે. આજે એવા બહુ ઓછા લોકો છે જેઓ જૂના જમાનાનાં સાધનો વાપરવા તૈયાર હોય. કૉમ્પ્યુટરનો વિચાર કરો. એનાથી જીવન કેટલું આસાન બની ગયું છે. તમે અનેક કામ ઘર બેઠા કરી શકો છો. જેમ કે, ઇન્ટરનેટ દ્વારા ખરીદી કરી શકો, બીલ ભરી શકો, બૅંકના કામો નીપટાવી શકો. ઈમેઈલથી, વોઇસમેઈલથી કે વિડીયો લીંક મોકલીને બીજાઓને સંદેશો મોકલી શકો છો.
થોડા સમય પહેલાં કુટુંબના સભ્યો રોજ સવારે સ્કૂલે કે નોકરી-ધંધા પર જાય પછી સાંજે ભેગા મળે ત્યાં સુધી એકબીજા સાથે વાત કરી ન શકતા. પરંતુ હવે એવું નથી. આજે મોટા ભાગે બધા પાસે ફોન છે. યુએસએ ટુડે નામનું છાપું જણાવે છે: “આજે ૭૦ ટકા જેટલા પતિ-પત્ની પોતપોતાના મોબાઇલ પરથી ખાલી એકબીજાના ખબર-અંતર પૂછવા રોજ ફોન કરે છે. ૬૪ ટકા પતિ-પત્ની રોજ ફોન પર નક્કી કરે છે કે તેઓ ક્યારે શું કરશે. અરે, ૪૨ ટકા માબાપ રોજ મોબાઇલથી પોતાનાં બાળકો સાથે વાત કરે છે.”
ટેક્નૉલૉજીના ગુલામ ન બનો
ટેક્નૉલૉજીને વધારે પડતી કે અયોગ્ય રીતે વાપરવાથી શું માનસિક અને શારીરિક રીતે નુકસાન થઈ શકે? પશ્ચિમી દેશના એક યુગલનો વિચાર કરો, જેમણે નવા-નવા જ લગ્ન કર્યા હતા. એક સમાચાર પ્રમાણે, તેઓ “મોટા ભાગે મોબાઇલ પર જ હોય. ગમે ત્યાં જાય, ગમે ત્યાં હોય, ગાડી ચલાવતા હોય, જીમમાં હોય કે એક જ ઘરમાં જુદા-જુદા રૂમમાં હોય તોય એકબીજા સાથે મોબાઇલ પર જ વાતો કર્યા કરે.” કોઈ કોઈ વાર તો તેઓ એક મહિનામાં એકબીજા સાથે ૬૬ કલાકથી પણ વધારે ફોન પર વાતો કરતા. તેઓએ કહ્યું કે ‘અમે અમારા મોબાઇલ વગર જીવી જ ન શકીએ.’ ડૉક્ટર હેરિસ સ્ટ્રાટનર માનસિક બીમારીના નિષ્ણાત છે. તેમણે કહ્યું કે આ યુગલ ટેક્નૉલૉજીનું “બંધાણી” બની ગયું છે. તે કહે છે કે “લાગે છે કે મોબાઇલના સહારે જ તેઓનો સંબંધ બંધાયેલો છે.”
ખરું કે એવા બનાવ બહુ બનતા નથી, તોપણ મોટા ભાગે લોકો એ જ દિશામાં જઈ રહ્યા છે, જે ચિંતાજનક છે. ફોન કે ઇન્ટરનેટ વગર એકાદ કલાક રહેવાનો વિચાર માત્ર ઘણા લોકો સહી શકતા નથી. એમાંની વીસેક વર્ષની એક યુવતીએ કહ્યું: “અમારે કાયમ ઈમેઈલ ચેક કરવા જોઈએ, કાયમ ઇન્ટરનેટ વાપરવા જોઈએ, અમારે કાયમ મિત્રોને એસએમએસ કરવા જોઈએ.”
જો મોબાઇલ કે ટીવી વગેરે ‘તમારો મોટા ભાગનો સમય ખાઈ જતા હોય અને જીવનમાં એ વસ્તુઓ જ તમારા માટે મહત્ત્વની હોય, તો એ ચેતવણી છે કે જીવનમાં કંઈક સારું થઈ રહ્યું નથી,’ એવું ડૉ. બ્રેન યૉઓ ધ બિઝનેસ ટાઇમ્સ ઑફ સિંગાપોર છાપામાં કહે છે. એ જ રીતે ઘણા લોકો પોતાના રૂમમાં ભરાઈને કલાકો ને કલાકો સુધી એકલા-એકલા કૉમ્પ્યુટર કે ટીવી જેવી વસ્તુઓ સામે બેસી રહે છે. એનાથી તેઓને જરૂરી શારીરિક કસરત મળતી નથી. એના લીધે વ્યક્તિને હૃદયની તકલીફો, ડાયાબિટીસ અથવા બીજી કોઈ મોટી બીમારી થઈ શકે.
એના બીજાં જોખમો પણ છે, જેની અસર તરત જ થાય છે. દાખલા તરીકે, મોબાઇલની વાત કરીએ તો તાજેતરનો એક અભ્યાસ જણાવે છે કે વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવી જાણે દારૂ પીને વાહન ચલાવવા જેટલું જોખમી છે, પછી ભલેને એ હેન્ડ્‌સ-ફ્રી મોબાઇલ હોય! વાહન ચલાવતી વખતે ટેક્ષ મેસેજ કે એસએમએસ મોકલવો પણ જીવલેણ સાબિત થઈ શકે. એક સર્વેમાં જોવા મળ્યું કે ૧૬-૨૭ વયના વાહનચાલકોમાંથી લગભગ ૪૦ ટકા લોકો ગાડી ચલાવતા ચલાવતા એસએમએસ મોકલતા હોય છે. એટલે તમે વાહન ચલાવતી વખતે ફોન કરતા હો કે એસએમએસ મોકલતા હો તો હવેથી ચેતી જજો. ભૂલશો નહિ, ઍક્સિડન્ટ થાય તો એનું કારણ જાણવા પોલીસ અને ઇન્સ્યોરન્સ કંપની તમારો મોબાઇલ ચેક કરી શકે છે. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે એસએમએસ મોકલવાની ભારે કિંમત ચૂકવવી પડી શકે!* ૨૦૦૮માં, કૅલિફૉર્નિયા, અમેરિકામાં એક ટ્રેન અકસ્માતમાં ૨૫ લોકો માર્યા ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઇવરે ટ્રેન ચલાવતી વખતે એસએમએસ મોકલ્યો ને અમુક સેકંડોમાં જ અકસ્માત થયો. ટ્રેન રોકવા તેણે બ્રેક પણ મારી ન હતી.


No comments:

Post a Comment