Computer

કોમ્પ્યુટર શું છે ?
  કોમ્પ્યુટર પોતાની મેમરીમાં સંગ્રહ કરેલ માહિતીના અંકુશ હેઠળ ઝડપથી કાર્ય કરતું એક પ્રકારનું ઈલેકટ્રોનિક સાધન છે, જે ડેટા એકસેપ્ટ કરે છે-input, ચોક્ક્સ નિયમો અનુસાર ડેટાને કુશળતાપૂર્વક ઉપયોગમાં લે છે-Process, પરિણામ આપે છે-Output અને ભાવિ ઉપયોગ માટે પરિણામોનો સંગ્રહ કરે છે.
  કોમ્પ્યુટરની અંદર દાખલ કરવામાં આવેલ ડેટાને input (ઇનપુટ) કહેવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન નિષ્પન્ન થતા પરિણામને Output (આઉટપુટ) કહેવામાં આવે છે. રીતે Output મેળવવા કોમ્પ્યુટરમાં input પ્રોસેસ કરવામાં આવે છે. કોમ્પ્યુટર ડેટા અને માહિતીને Storag નામના એરિયામાં ભાવિ ઉપયોગ માટે સંગ્રહ કરી શકે છે. Input, Process, Output અને Storageના પ્રકારના ચક્રને ઈન્ફોર્મેશન પ્રોસેસિંગ સાઈકલ (Information Processing Cycle) કહેવામાં આવે છે.
  વ્યક્તિ કોમ્પ્યુટરમાં માહિતી આપ-લે કરે કે માહિતીનો ઉપયોગ કરે ત્યારે જે ઉત્પન્ન થાય તેને ‘user’ કહેવાય છે. ઈલેકટ્રિક, ઈલેકટ્રોનિક અને મિકેનીકલ સાધન વગેરેથી તૈયાર થતા કોમ્પ્યુટરને hardware (હાર્ડવેર) કહેવામાં આવે છે. Hardware કોમ્પ્યુટરનો કોઈ ભાગ જેવા કે કી-બોર્ડ, પ્રિન્ટર, મોનિટર, સ્પીકર્સ અને માઉસ ડિવાઈસીસ છે જેને તમે સ્પર્શ કરી શકો છો અને કોઈ Peripheral સાધન હોય એવી લાગણી અનુભવી શકો છો.
  સોફ્ટવેર સૂચનાઓથી ભરપૂર એક પ્રકારની શૃંખલા છે, જે hardwareને કાર્ય કેવી રીતે કરવું તે કહે છે. સોફ્ટવેર વગર હાર્ડવેર નકામું છે; hardwareને કાર્ય શરૂ કરવા માટે સોફ્ટવેર દ્વારા આપવામાં આવતી સૂચનાઓની જરૂર પડે છે. ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન બે સોફ્ટવેરના પ્રકારો છે.
સિસ્ટમ યુનિટની અંદરની બાજુ
. સિસ્ટમ યુનિટ
. મધરબોર્ડ
. સી.પી.યુ. (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ)
. મેમરી
. રેમ (રેન્ડમ એક્સેસ મેમરી)
. રોમ (રીડ ઓન્લી મેમરી)
. એક્સપેન્શન સ્લોટ્સ અને એક્સપેન્શન કાર્ડઝ
. પોર્ટસ
. પાવર સપ્લાય


સિસ્ટમ યુનિટને કોઈ કોઈ વાર બોડી પણ કહેવામાં આવે છે, જે એક બોક્સ જેવું દેખાય છે. તે કોમ્પ્યુટરના ઈલેક્ટ્રિક ઘટકોને સંઘરી રાખવાનું કામ કરે છે, જેનો ઉપયોગ ડેટા ને પ્રોસેસ કરવામાં થાય છે. તે આંતરિક ઈલેક્ટ્રિક ઘટકોને નુકસાન થતા રોકે છે. બધા કોમ્પ્યુટરમાં સિસ્ટમ યુનિટ હોય છે.
ઈલેક્ટ્રિક ઘટકો અને મોટા ભાગના સ્ટોરેજ ડિવાઈસીસ પર્સનલ કોમ્પ્યુટરમાં સિસ્ટમ યુનિટની અંદર આવેલા હોય છે. બીજા ડિવાઈસીસ જેવા કે કી-બોર્ડ, માઉસ, વેબ કેમ્સ, પ્રિન્ટર્સ, સ્પીકર્સ વગેરે સિસ્ટમ યુનિટની બહારની બાજુએ આવેલા હોય છે.


મધરબોર્ડને સિસ્ટમ બોર્ડ કે મેઈન બોર્ડ પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું પ્રિન્ટેડ બોર્ડ છે, તેમાં સોકેટો આવેલી હોય છે. તે વધારાને બોર્ડને પણ સ્વીકારે છે. મધરબોર્ડમાં વિવિધ પ્રકારની ચિપ્સ આવેલી હોય છે. તેમાંથી સૌથી અગત્યની ચિપ પ્રોસેસર છે, તેને સી.પી.યુ. (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ) પણ કહેવાય છે.

ઈનપુટ ડિવાઈસીસ
. ઈનપુટ
. કી-બોર્ડ
. માઉસ
. જોયસ્ટિક્સ
. ટચ સ્ક્રીન
. સ્કેનર
. વોઈસ ઈનપુટ
. ઓડિયો ઈનપુટ
. વેબ કેમ્સ (વેબ કેમેરા)
૧૦. ડિજિટલ કેમેરા
૧૧. વિડિયો કોન્ફરસિંગ
સ્ટોરેજ ડિવાઈસીસ
. સ્ટોરેજ
. ફ્લોપી ડિસ્ક
. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ
. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ
. સી.ડી.-રોમ
. સી.ડી.-રોમ ડ્રાઈવ
. સી.ડી.-આર (સી.ડી.-રેકોર્ડેબલ)
. સી.ડી.-આર.ડબ્લ્યુ (સી.ડી.-રિરાઈટેબલ)
. ડી.વી.ડી.-રોમ ડ્રાઈવ


No comments:

Post a Comment